ચેતન પટેલ, સુરત: સુરતના પુણા પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે 2 કરોડની નકલી નોટ ઝડપી છે. આરોપીઓ અસલી નોટની સાથે નકલી નોટ મૂકીને ફરતી કરતા હતાં. સુરતમાં મોટી છેતરપિંડીની કોશિશમાં તેઓ હતાં. આ મામલે પોલીસે નકલી નોટો સાથે 4 લોકોની ધરપકડ પણ કરી છે.
અત્રે જણાવવાનું કે આ અગાઉ સુરતમાં નકલી નોટો બનાવાનું કારખાનું પકડાતા પોલીસ પણ ચોકી ઉઠી હતી. સુરત પોલીસે સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 100 અને 500ની તથા 2000ની 80 લાખ જેટલી નકલી નોટો સાથે બે આરોપીને ઝડપી લીધા છે. પોલીસે આરોપીની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે બંન્ને આરોપી રાજ્યમાં ડુપ્લીકેટ નોટો છાપવાનું કાર્ય કરતા હતા.
જુઓ LIVE TV
પોલીસના જણાવ્યા અનુસાર સચિન વિસ્તારના શિવરંજની એપાર્ટમેન્ટ પર પોલીસે ચોક્કસ બાતમીને આધારે ત્રણમાંથી બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં એક આરોપી ફરાર થઇ ગયો હતો.. પોલીસે 85 લાખ 22 હજારની નકલી નોટો સહિત 90 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે